જૂની કાર વેચી તમને મળશે સારી કિંમત, વેચતા પહેલા આ બાબતો ધ્યાન રાખજો!

જો તમે તમારી જૂની કાર વેચીને સારો નફો મેળવવા માગો છો અને તેમાંથી નવી કાર ખરીદવા માગો છો, તો તમારે કાર પર થોડું કામ કરવું પડશે. જો તમે કારને તેની યથાવત સ્થિતિમાં જ વેચવા જાવ છો તો જરૂરી નથી કે તમને કારની ધાર્યા મુજબની કિંમત મળી જશે. આવી સ્થિતિમાં આજે અમે તમને તે મહત્ત્વપૂર્ણ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પર ધ્યાન આપીને તમે કાર માટે સારી રકમ મેળવી શકો છો.

વોશિંગ
જો તમારી પાસે કોઈ ગ્રાહક કાર જોવા માટે આવે છે, તો તેના આવતા પહેલાં કારને ધોઈ લો જેથી ગ્રાહક જ્યારે કારને જુએ, ત્યારે તે કારને સંપૂર્ણપણે સ્વચ્છ જુએ.

રબિંગ
જો તમારી કારનો રંગ ફિક્કો પડી ગયો હોય, તો તેને વેચવા માટે તૈયાર થતા પહેલા તેને ચોક્કસથી ઘસી લો જેથી તમારી કારનો રંગ ફરી ચમકવા લાગે. તે ગ્રાહક પર સારી છાપ બનાવે છે.

ડ્રાય ક્લીન
જો કારનું ઈન્ટિરિયર સારું ન હોય તો તેમાં બેઠેલી વ્યક્તિને સારી ફીલિંગ આવતી નથી. તેથી, કારનું ઈન્ટિરિયર ક્લીન રાખવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં કારને અંદરથી ડ્રાય ક્લીન કરવાનું ભૂલશો નહીં. ઉપરોક્ત તમામ બાબતો મહત્ત્વપૂર્ણ છે કારણ કે જ્યારે તમે કોઈ સારું અને સુંદર જુઓ છો, ત્યારે તમે તેની તરફ આકર્ષિત થાઓ છો. આ જ કારણ છે કે તમારે કારને વેચવાની તૈયારી કરતી વખતે તેને વોશિંગ, રબિંગ અને ડ્રાય ક્લીન કરાવવી જોઈએ.

સર્વિસ રેકોર્ડ રાખવા જરૂરી
જો તમે તમારી જૂની કાર સાથે ડીલ કરવા જઈ રહ્યા છો, તો તમારે તેનો સર્વિસ રેકોર્ડ રાખવો જોઈએ, તેનાથી ખરીદનારનો આત્મવિશ્વાસ વધે છે. ખરીદનારને ખબર પડે છે કે કારની સ્થિતિ સારી છે અને તેનું એન્જિન પણ સારું છે.

પેપર્સ સાથે રાખો
જ્યારે ડીલ કરી રહ્યા હોવ ત્યારે કારના પેપર્સ તમારી સાથે રાખો જેથી ગ્રાહકને એવી કોઈ તક ન મળે જેના દ્વારા તે ડીલને હોલ્ડ પર રાખી શકે. આ માટે તમારે તમારી કારના તમામ પેપર્સ તમારી પાસે રાખવા પડશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top