શિયાળામાં કારના કાચ પર ફોગ કેમ થવા લાગે છે? આ એક નાનકડી ટ્રિકથી તરત થશે દૂર

શિયાળામાં કારના કાચની વિઝિબિલિટી બે રીતે ઘટે છે. કાચની બહાર ધુમ્મસ જમા થાય છે અને અંદર વરાળ જમા થાય છે. કારની બહારના વાતાવરણમાં ધુમ્મસ છે, જે કારના કાચ પર જમા થાય તે સરળતાથી સમજી શકાય છે, પરંતુ કારની અંદરના કાચ પર વરાળ જમા થવી ઘણા લોકોને મૂંઝવણમાં મૂકે છે. શું તમે જાણો છો કે કાચની અંદર વરાળ કેવી રીતે અને શા માટે એકઠી થાય છે?

શિયાળામાં કારના કાચની અંદર વરાળ એકઠી થવાનું કારણ એ છે કે કારની અંદર અને બહારનું તાપમાન ઘણું અલગ હોય છે. કારની અંદરનું તાપમાન ઘણીવાર ગરમ હોય છે જ્યારે બહારનું તાપમાન ઠંડુ હોય છે. તાપમાનમાં આ તફાવતને કારણે કેબિનની અંદર ભેજનું સ્તર વધે છે.

આને કારણે, કાચની અંદર વરાળ એકઠી થાય છે, જે પાછળથી કાચ ઠંડુ થતાં પાણીના ટીપામાં ફેરવાય છે. આ તમારી વિઝિબિલિટીને અસર કરે છે, જે ડ્રાઇવિંગ માટે જોખમી છે. આને અવગણવા માટે, કારમાં ડિફોગિંગ માટેનું બટન આપવામાં આવ્યું છે, જે ઉપરના ચિત્રમાં દેખાય છે.

તેનાથી કાચ પર ગરમ હવા ફૂંકાય છે. કારની બારીઓ પર ગરમ હવા ફૂંકાવાથી તે ગરમ થઈ જાય છે, પરિણામે વરાળ અને ધુમ્મસની પરેશાનથી છુટકારો મળે છે. ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ ધરાવતી કારમાં માત્ર એક બટન દબાવવાથી જ ડિફોગિંગ થઈ જાય છે.

તેમજ જો કારમાં મેન્યુઅલ ક્લાઇમેટ કંટ્રોલ આપવામાં આવ્યું છે, તો તમારે હીટર ચાલુ કરવું પડશે અને હવાના ફ્લોને કાચ તરફ કરવાનું હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top