ટ્રાફિક જામથી બચીને ઘરે જલ્દી પહોંચવું છે? તો આ એપ્લિકેશનનો કરો ઉપયોગ

દેશમાં ઘણીવાર પિક અવર્સમાં ટ્રાફિક જામ જોવા મળતો હોય છે જેના કારણે લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ જતાં હોય છે. પરંતુ મોટો અકસ્માત, રસ્તા વચ્ચે ગાડી બગડવી અથવા ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતાં હોય છે. જેના કારણે તમારે જે જગ્યાએ પહોંચવું હોય છે ત્યાં પહોંચવામાં વિલંબ થતું હોય છે. પરંતુ ઘણી એવી એપ્લિકેશન છે જે તમને ટ્રાફિકની સમસ્યાથી બચાવે છે અને સમયસર તમારે જ્યાં જવું હોય છે ત્યાં પહોંચાડે છે. અમે તમારાં માટે ઘણી એવી એપ વિશે માહિતી લઈને આવ્યા છીએ જે તમને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો અપવાશે. હજુ બીજી ઘણી એવી એપ છે જે ટ્રાફિકથી તમને બચાવી શકે છે.

Waze
તમે કોઈ ટ્રાફિકવાળા વિસ્તારમાં ફસાઈ જાઓ છો તો ત્યાંથી બહાર નીકળવા અથવા ટ્રાફિક ન હોય તેવા રસ્તે જવા માટે આ એપ્લિકેશનની મદદ લઈ શકો છો. ટ્રાફિકથી બચવા તમે Waze નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો જેનાથી તમે સમયસર જ્યાં પહોંચવું હશે ત્યાં પહોંચી જશો. આ એપ અંગે પહેલાંથી જ જાણતા હશો કારણ કે તે એન્ડ્રોઈડ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી GPS એપ્લિકેશનોમાંની એક છે.

HERE WeGo
આ એપ્લિકેશનનો ઉપયોગ કરશો તો ટ્રાફિકજામથી બચી શકો છો અને શોર્ટ કટમાંથી તમારે જ્યાં જવું છે ત્યાં પહોંચી શકો છો. આ એપનું નામ છે HERE WeGo. આ એપ્લિકેશન માત્ર કોઈ સામાન્ય મેપ એપ્લિકેશન નથી પરંતુ એક રીઅલ-ટાઈમ ટ્રાફિક વ્યૂઅર એપ પણ છે જે તમને જણાવશે કે ક્યાં કેટલો ટ્રાફિક છે અને તેને ટાળવા માટે શું કરવું જોઈએ તો આજે જ આ એપનો ઉપયોગ કરો.

Petal Maps
આ એપ્લિકેશન એક જાણીતી એપ છે જેનો ઉપયોગ ટ્રાફિક જામને ટાળવવા માટે થાય છે. આ એપ Huawei દ્વારા ડેવલોપ કરવામાં આવી છે. તમે શહેરમાં કોઈ પણ જગ્યાએ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હોય તો આ એપની મદદથી ટ્રાફિકમાંથી બહાર નીકળી શકો છો અને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાંથી પહોંચી શકો છો.

ViaMichelin GPS Route Planner
આ એપની મદદથી તમે ટ્રાફિકની સમસ્યાથી બચી શકો છો. આ એપનો ઉપયોગ કરવાથી તમે ટ્રાફિકમાં ફસાઈ શકશો નહીં. આ એપમાં 3D મેપ પણ જોવા મળે છે. ટ્રાફિકની સમસ્યામાં આ એપ બહુ જ કામ આવે છે.

Google Map
ચોમાસાની સિઝિનમાં ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ થતો હોય છે ત્યારે આ એપ બહુ જ કામ આવે છે. ટ્રાફિક જામથી બચવા તમે ગૂગલ મેપની મદદ લઈ શકો છો. તમે જે સ્થળેથી નીકળતા તે સમયે ગૂગલ મેપ પર તમારું ડેસ્ટિનશન દાખલ કરો જે તમને રૂટ બતાવશે. જેમાં તમારે ચેક કરવાનું રહેશે કે જે રૂટ પર જવાનું છે ત્યાં ટ્રાફિક છે કે નહીં અને ક્યા રૂટ પરથી પસાર થવામાં ઓછો સમય લાગશે. આ એન્ડ્રોઈડ પર સૌથી વધુ ઉપયોગ થતી મેપની એપ્લિકેશન છે જેની પાછળનું કારણ છે, તે સામાન્ય રીતે લગભગ તમામ એન્ડ્રોઈડ મોબાઈલ પ્રી-ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરશો તો તમે ટ્રાફિકથી બચી શકો છો અને મેપની મદદથી જ્યાં જવું હશે ત્યાં જલ્દી પહોંચી શકો છો.

ગૂગલ મેપને કેવી રીતે મળે છે ટ્રાફિકની જાણકારી
શું તમને ખબર છે રસ્તા પર ટ્રાફિક જામ વિશે કેવી રીતે ખબર પડે છે? જોકે ગુગલ એન્ડ્રોઈડ મોબાઈલ અને આઈઓએસ યુઝર્સનું લોકેશન ટ્રેસ કરે છે. જેની મદદથી ગુગલ ટ્રાફિકની જાણકારી આપે છે. ગુગલને રોડ પર વધારે મોબાઈલનું લોકેશન મળે છે તે જગ્યાએ ગુગલ ટ્રાફિક જામનું માર્ક કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top