મુકેશ અંબાણી સમર્થિત EV નિર્માતા રૂ. 700 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે

ભારતીય ઇલેક્ટ્રિક કાર્ગો વાહન નિર્માતા, Altigreen Propulsion Labs Pvt Ltd એક નવા ફંડિંગ રાઉન્ડમાં આશરે રૂ. 700 કરોડ ($85 મિલિયન) એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ ભંડોળનો ઉપયોગ ઉત્પાદન ક્ષમતા વધારવા અને વાહનના નવા મોડલ વિકસાવવા માટે કરવામાં આવશે.

કંપનીના જણાવ્યા અનુસાર તેને ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીનો પણ સહયોગ છે. હવે તેઓ નવા રાઉન્ડમાં $350 મિલિયનનું મૂલ્યાંકન શોધી રહ્યા છે. શક્ય છે કે તેના હાલના કેટલાક રોકાણકારો તેમના શેર વેચીને આ ફંડિંગ રાઉન્ડમાં ભાગ લઈ શકે. સીઈઓ અમિતાભ સરનના જણાવ્યા મુજબ, અલ્ટીગ્રીન પ્રોપલ્શન લેબ્સ હાલમાં ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયામાં છે, તેઓ જુલાઈ સુધીમાં ભંડોળ પૂરું કરવાનું લક્ષ્ય રાખે છે.

જો કે, વિગતો પર હજુ પણ કામ ચાલી રહ્યું છે અને તેમાં ફેરફાર થઈ શકે છે. 2013 માં સ્થપાયેલ, અલ્ટીગ્રીન ઇલેક્ટ્રીક કાર્ગો થ્રી-વ્હીલર્સની ડિઝાઇન અને ઉત્પાદન કરે છે અને તેમની વેબસાઇટ અનુસાર વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 55,000 વાહનોની છે.

કંપનીએ ગયા વર્ષે સિરીઝ A રાઉન્ડમાં આશરે રૂ. 3 બિલિયન એકત્ર કર્યા હતા. અંબાણીની રિલાયન્સ ન્યુ એનર્જી લિ., એક્સપોનેશિયા કેપિટલ પાર્ટનર્સ, મોમેન્ટમ વેન્ચર કેપિટલ અને એક્યુરન્ટ ઈન્ટરનેશનલે પણ તેમાં ભાગ લીધો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top