બાય-બાય નોકિયા! કંપનીએ લીધો મોટો નિર્ણય, શું ફરી એકવાર સમાપ્ત થશે Nokiaની સ્ટોરી?

નોકિયા સ્માર્ટફોન અને ફીચર ફોન બનાવતી કંપની HMD ગ્લોબલે એક મોટી જાહેરાત કરી છે. HMD ગ્લોબલ હવે તેની મૂળ બ્રાન્ડ એટલે કે HMD સાથે બ્રાન્ડેડ સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપની છેલ્લા કેટલાક સમયથી આ ડિવાઈસને સતત ટીઝ કરી રહી છે. HMDએ નોકિયા બ્રાન્ડને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પરથી હટાવી દીધી છે.

મેન્યુફેક્ચર જલ્દી પોતાના નવા સ્માર્ટફોન લોંચ કરશે, જો HMD બ્રાંડિંગની સાથે આવશે. આ સ્માર્ટફોન જલ્દી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC 2024)માં લોંચ થઈ શકે છે.બ્રાંડે સોશિયલ મીડિયા Xના પ્લેટફોર્મ પર હવે Nokia.com નહીં પરંતુ HMD.com મળશે.

ઘણા લોકોના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે, શું નોકિયાની સ્ટોરી ફરી એકવાર ખતમ થઈ જશે. અગાઉ માઈક્રોસોફ્ટે નોકિયાના ફોન પણ વેચ્યા હતા પરંતુ બાદમાં કંપનીએ નોકિયા બ્રાન્ડના અધિકાર HMD ગ્લોબલને વેચી દીધા હતા.

જોકે, એવું નથી કે નોકિયા સ્માર્ટફોન હવે ઉપલબ્ધ રહેશે નહીં. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ નોકિયા ફોન પણ બનાવવાનું ચાલુ રાખશે. આ સાથે કંપની નવી બ્રાન્ડ સાથે મળીને ઉપકરણો પણ લોન્ચ કરશે. કંપનીની નવી વેબસાઈટ hmd.com છે, જેના પર તમને નોકિયા ફોનનું લિસ્ટ મળશે.

કંપનીનું આયોજન શું છે?

HMD કહે છે કે, તે મૂળ HMD બ્રાન્ડિંગ સ્થાપિત કરવા પર પણ કામ કરશે. કંપનીએ કહ્યું કે અમે હજી પણ નોકિયા સ્માર્ટફોન અને ફીચર ફોનના નિર્માતા છીએ પરંતુ અમે વધુ લાવવાની તૈયારી કરી રહ્યા છીએ, જેમાં તમામ નવી ભાગીદારીના મૂળ HMD ઉપકરણો અને ફોનનો સમાવેશ થશે.

કંપનીએ એક ટીઝર પણ બહાર પાડ્યું છે, જેમાં તેણે પોતાને હ્યુમન મોબાઈલ ડિવાઈસ તરીકે વર્ણવ્યું છે. તમને જણાવી દઈએ કે છેલ્લા સાત વર્ષથી HMD ગ્લોબલ નોકિયા બ્રાન્ડેડ સ્માર્ટફોન અને ફીચર ફોનનું ઉત્પાદન કરી રહ્યું છે. કંપનીએ તેની શરૂઆત વર્ષ 2017માં કરી હતી.

કંપનીએ વર્ષ 2016માં માઈક્રોસોફ્ટ પાસેથી નોકિયા બ્રાન્ડ ખરીદી હતી. કંપનીએ 10 વર્ષ માટે નોકિયા બ્રાન્ડ્સના અધિકારો વેચ્યા હતા. એચએમડી ગ્લોબલના પહેલા સ્માર્ટફોન વિશે વધુ માહિતી નથી, પરંતુ કંપનીએ તેનું ટીઝર રિલીઝ કર્યું છે. આ હેન્ડસેટ ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવી શકે છે. તેની ડિઝાઇન માઇક્રોસોફ્ટ લુમિયા લાઇનઅપથી પ્રેરિત હોવાનું જણાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top