23 કિલો સોનું મારું નથી: જે પીયૂષ જૈનના ઘરે દરોડામાં મળ્યાં હતાં 197 કરોડ રોકડા તેણે હવે શું કહ્યું?

કાનપુરના પરફ્યુમનો બિઝનેસ કરનાર પીયૂષ જૈન ફરી એકવાર ચર્ચામાં છે. પીયૂષ જૈન એ જ બિઝનેસમેન છે જેમના પરિસરમાં 3 વર્ષ પહેલા DGGI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં લગભગ 197 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત 23 કિલો સોનાના બિસ્કિટ પણ મળી આવ્યા હતા. હવે પીયૂષ જૈને આ 23 કિલો સોનું સરેન્ડર કર્યું છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2021ના અંતમાં DGGI (GST ઈન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ જનરલ) અમદાવાદની ટીમે કાનપુર સ્થિત પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈનના ઘરે દરોડા પાડ્યા હતા અને 197 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. આ પછી કન્નૌજમાં તેની પરફ્યુમ ફેક્ટરી અને હવેલી પર દરોડા પાડીને 23 કિલો સોનું અને ચંદનનું તેલ મળી આવ્યું હતું. આ કેસમાં પીયૂષ જૈન જેલમાં ગયો હતો.

કન્નૌજમાં સોનું શોધવાના મામલામાં લખનૌની ડીઆરઆઈ ટીમે પીયૂષ જૈન વિરુદ્ધ 135 કસ્ટમ એક્ટ હેઠળ FIR દાખલ કરી હતી. જેનો કેસ ચાલી રહ્યો હતો. આ મામલે હવે પિયુષ જૈન વતી કોર્ટમાં અરજી કરવામાં આવી છે કે કસ્ટમ્સે મારી જગ્યાએથી જે 23 કિલો સોનું રિકવર કર્યું છે તેને કમ્પાઉન્ડ કરવામાં આવે.

જ્યારે આ પહેલા પિયુષ જૈને સોના પર પોતાનો દાવો કર્યો હતો. જેની 60 લાખ પેનલ્ટી પણ જમા કરાવી હતી. તેમજ તેને પોતાની તરફેણમાં મુક્ત કરવા અપીલ કરી હતી.

કાનપુરમાં DGGIના સરકારી વકીલ અંબરીશ ટંડનનું કહેવું છે કે પીયૂષ જૈને રૂ. 56 લાખ 86 હજારની કમ્પાઉન્ડિંગ ફી જમા કરાવી છે અને દાવો કર્યો છે કે તેમના ઘરેથી રિકવર કરાયેલું 23 કિલો સોનું કમ્પાઉન્ડ કરવું જોઈએ. એક રીતે તેમણે સોનું સરકારને સોંપી દીધું છે. આ મામલે તેણે હવે કોર્ટમાં કસ્ટમ્સની કલમ 135માંથી રાહત મેળવવા માટે અપીલ કરી છે. એડવોકેટના જણાવ્યા અનુસાર હવે તેમના વતી જવાબ દાખલ કરવામાં આવશે.

નોંધનીય છે કે કન્નૌજમાં 27 ડિસેમ્બર 2021ના રોજ DGGI અમદાવાદની ટીમે પીયૂષ જૈનના ઘરેથી 23 કિલો સોનાની રિકવરી બતાવી હતી અને દાવો કર્યો હતો કે આ સોનું વિદેશી હતું. પરંતુ હવે પીયૂષ જૈન દાવો કરી રહ્યા છે કે તેમને આ સોનું જોઈતું નથી. તેણે સોનાનો દાવો કરતી તેની અપીલ પણ પાછી ખેંચી લીધી છે. કમ્પાઉન્ડિંગ ફી પણ જમા કરાવી. હાલ પીયૂષ જૈન જામીન બાદ જેલમાંથી બહાર આવ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top