પતિની નજર સમક્ષ જ દરિયા પત્નીને ખેંચી ગયો, બાળકો બચાવો-બચાવોની ચિસો પાડતાં રહ્યાં

મુંબઈ: મુંબઈના બાંદ્રા દરિયાકિનારાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. બાંદ્રાના દરિયા કિનારે એક પરિવારે ફોટો પડાવવો ભારે પડ્યો હતો. પતિ અને પુત્રની નજર સમક્ષ માતા દરિયામાં તણાઈ ગઈ હતી. લોકોએ બચાવો-બચાવોની બૂમાબૂમ કરી પરંતુ કોઈએ મદદ કરી નહોતી.

એક પરિવાર મુંબઈના બાંદ્રા દરિયા કિનારે ફરવા ગયો હતો જ્યાં પતિ અને પત્ની પથ્થર પર બેસીને તસવીરો પડાવતાં પરંતુ અચાનક દરિયામાંથી ભયાનક મોજું આવી પહોંચ્યું અને પત્નીને દરિયામાં ખેંચી ગયું તે દરમિયાન લોકોએ બતચાવો બચાવોની બૂમાબૂમ કરી મુકી હતી પરંતુ કોઈએ મદદ કરી નહોતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પતિની નજર સમક્ષ પત્નીનું મોત થયું હતું જે જોઈને પતિને આઘાત લાગ્યો હતો એટલું જ નહીં પુત્ર પણ મમ્મી-મમ્મીની બૂમો પાડતો હતો.

એક ખાનગી વેબસાઈટના જાણાવ્યા પ્રમાણે, રબાલેના ગૌતમ નગરમાં રહેતા મુકેશે આ ઘટનાને યાદ કરતા જણાવ્યું કે, મેં તેને બચાવવાની પુરી કોશિશ કરી જ્યારે ચોથી લહેર મારી પાછળ આવી તો સંતુલન બગડી ગયું હતું અને અમે બંને લપસી ગયા હતાં. મેં મારી પત્નીની સાડી પકડી અને મારી પાછળના એક ટૂરિસ્ટે મારો પગ પકડી રાખ્યો હતો.

મુકેશે જણાવ્યું કે, અમરો પરિવાર દર બે અઠવાડીયે બહાર પિકનિક પર જતો હતો. તે દુર્ભાગ્યવશ રવિવારે જુહૂ ચોપાટી પર જવાનો પ્લાન બનાવ્યો હતો. જો તટ પર પ્રતિબંધ હોવાથી અમે બાંદ્રા જવાનો પ્લાન બનાવ્યો હતો. અમે બાદમાં બાન્દ્રા કિલા પાસે પહોંચ્યા અને ફોટો લીધા. પરિવાર તસવીરો લેવા માટે સમુદ્રની નજીક ગયા. જ્યોતિ મારી પાછળ પાછળ દરિયામાં આવી ગઈ અને દરિયાની લહેરોની મજા લઈ રહ્યા હતા. બાળકો પણ અમારા તરફ આવવાની કોશિશ કરી રહ્યા હતા પણ દરિયો અશાંત હોવાના કારણે અમે તેમને આવવા દીધા નહોતાં. એક પથ્થર પર જઈને અમે બેઠા, અમારા બાળકો દૂરથી જોઈ રહ્યા હતા. અમારે માટે આ સેલ્ફી લેવાનું ભયંકર સાબિત થયું હતું.

મુકેશે જણાવ્યું કે, મારી પકડ મજબૂત હતી, પણ તેની સાડી લપસી ગઈ અને મારી આંખોની સામે દરિયા મારી પત્નીને ખેંચી ગયો. મારા બાળકો પણ ત્યાં જ હતા. મદદ માટે બૂમો પાડતા રહ્યા, પણ કોઈ કશું કરી શક્યા નહીં. મને નથી ખબર આ આઘાતમાંથી કેવી રીતે બહાર આવીશું. આજૂબાજૂમાં ઊભેલા લોકો આ દુર્ઘટના જોઈ અને તરત પોલીસને સૂચના આપી. મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ થઈ અને દુખદ રીતે રવિવાર મોડી રાતે જ્યોતિની લાશ મળી આવી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top