ભારતીય ઓપનર પૃથ્વી શૉની લાંબી રાહ પૂરી થઈ! 2જી ફેબ્રુઆરીએ આ મેચ સાથે ક્રિકેટના મેદાનમાં પરત ફરશે

ભારતીય ઓપનર પૃથ્વી શૉ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં પૃથ્વી શૉ લાંબા સમય બાદ મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યો છે. રણજી ટ્રોફી 2023-24 સિઝનની ગૂરુપ બી મેચમાં બંગાળનો સામનો મુંબઈ સામે થશે. પૃથ્વી શૉ મુંબઈની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે. પૃથ્વી શૉ લાંબા સમયથી મેદાનથી દૂર છે. આ સિવાય તે મેદાનની બહારના વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહેતો હતો, પરંતુ હવે આ ક્રિકેટર માટે સારા સમાચાર છે.

પૃથ્વી શૉ મેદાનમાં વાપસી કરવા તૈયાર છે…
ગયા વર્ષે ઓગસ્ટમાં પૃથ્વી શૉ ઘૂંટણની ઈજાનો શિકાર બન્યો હતો. તે સમયે પૃથ્વી શૉ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો. આ પછી પૃથ્વી શૉએ સર્જરી કરાવી અને પછી નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ કરાવવું પડ્યું. પરંતુ હવે આ યુવા બેટ્સમેન મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. તાજેતરમાં જ બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીએ પૃથ્વી શૉને ફિટ જાહેર કર્યો હતો. આ રીતે તે મેદાનમાં પરત ફરી શકે છે. જોકે, મુંબઈ અને બંગાળ રણજી ટ્રોફી 2023-24 સિઝનની ગ્રૂપ બી મેચમાં ટકરાશે, જેમાં પૃથ્વી શૉ રમતા જોવા મળશે.

મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીએ શું કહ્યું?
આ અંગે મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અજિંક્ય નાઈકે કહ્યું કે,નેશનલ ક્રિકેટ એકેડમીએ પૃથ્વી શૉને ફિટ જાહેર કર્યો છે. જે બાદ આ યુવા બેટ્સમેનને રણજી ટ્રોફી મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પૃથ્વી શૉની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો, આ યુવા બેટ્સમેને 5 ટેસ્ટ મેચ સિવાય 6 ODI અને 1 T20 મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સિવાય પૃથ્વી શોએ IPLની 71 મેચ રમી છે. પૃથ્વી શૉ IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top