આજે ED હેમંત સોરેનને કોર્ટમાં રજૂ કરશે, પૂર્વ CMની અરજી પર હાઈકોર્ટમાં થશે સુનાવણી

જમીન કૌભાંડ કેસમાં લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ બુધવારે રાત્રે ઝારખંડના ભૂતપૂર્વ સીએમ હેમંત સોરેનની ધરપકડ કરી હતી. ધરપકડ પહેલા સોરેન ED કસ્ટડીમાં રાજભવન પહોંચ્યા અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. જોકે શાસક ગઠબંધનના ધારાસભ્યોએ જેએમએમના ચંપાઈ સોરેનને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. ચંપાઈને સમર્થનનો પત્ર રાજ્યપાલને આપવામાં આવ્યો છે. તેઓ આગામી મુખ્યમંત્રી બનશે.

EDની ટીમ ગુરુવારે હેમંત સોરેનને કોર્ટમાં રજૂ કરશે. બુધવારે હેમંત સોરેન વતી ઝારખંડ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં EDના સમન્સને પડકારવામાં આવ્યો છે. આ અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થશે. હેમંત સોરેનને બુધવારે રાત્રે રાંચીમાં ED ઓફિસમાં રાખવામાં આવ્યા હતા.

હેમંત સોરેને કહ્યું- ‘હું સમાધાન માટે ભીખ નહીં માંગું’

ધરપકડ બાદ હેમંત સોરેનના પોતાના એક્સ હેન્ડલ પર કવિતાના રૂપમાં એક લાંબો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે તે સમાધાનની ભીખ નહીં માંગે. આ લડાઈ લડતા રહીશું.

EDએ રાજભવનમાંથી હેમંત સોરેનની ધરપકડ કરી હતી

EDની ટીમ બુધવારે બપોરે સીએમ આવાસ પર પહોંચી અને હેમંત સોરેનની પૂછપરછ કરી. રાત્રે લગભગ 8 વાગ્યા સુધી પૂછપરછ ચાલુ રહી હતી. આ પછી સોરેન રાજભવન પહોંચ્યા. EDના અધિકારીઓ પણ તેમની સાથે હતા. તેમણે રાજીનામું રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને સુપરત કર્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું હતું. આ પછી EDની ટીમ સોરેનને રાંચીમાં તેની ઓફિસ લઈ ગઈ.

હેમંત સોરેનને આજે રાંચીની વિશેષ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઇડી કોર્ટ પાસે સોરેનને કસ્ટડી આપવાની માંગ કરશે જેથી કરીને પૂછપરછ કરી શકાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top