કોણ હતો ખાલિસ્તાની લીડર હરદીપ સિંહ નિજ્જર? કેમ ભારત અને કેનેડાના સંબંધોમાં પડી રહી છે તિરાડ

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે કેનેડાએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે. તે જ સમયે ભારતીય વિદેશ મંત્રાલયે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને તેને ગંભીર મામલો ગણાવ્યો છે. કેનેડાએ ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. ત્યાર બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ વધી ગયો છે. ચાલો જાણીએ કોણ હતા હરદીપ સિંહ નિજ્જર?

કોણ હતા હરદીપ સિંહ નિજ્જર?

હરદીપ સિંહ નિજ્જરનો જન્મ પંજાબમાં થયો હતો અને 1997માં કેનેડામાં સ્થાયી થયો હતો. આ પહેલા તે 90ના દાયકામાં પાકિસ્તાન પણ ગયો હતો જ્યાંથી તે આતંકવાદી ગતિવિધિઓ કરતો હતો. હરદીપ સિંહ નિજ્જર પર પંજાબમાં ટાગારેટ હત્યાનો આરોપ હતો. એટલું જ નહીં તેણે કેનેડા સહિત અમેરિકા, બ્રિટન, જર્મનીમાં ભારતીય મિશનની બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યાં હતાં. તેણે વિદેશમાંથી સતત ભારત વિરોધી ગતિવિધિઓ કરી. આ જ કારણ હતું કે NIAએ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

હરદીપ સિંહ નિજ્જરની હત્યા ક્યારે થઈ હતી?

ગયા વર્ષે જૂનમાં હરદીપ સિંહ નિજ્જરને કેનેડાના સરેમાં ગુરુદ્વારા પાર્કિંગની નજીક અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બે યુવકોએ તેના પર ગોળીબાર કર્યો હતો. હવે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે, નિજ્જરની હત્યામાં ભારત સરકારનો હાથ છે અને કેનેડાની સુરક્ષા એજન્સીઓને આવા ઈનપુટ મળ્યા છે. જોકે, ભારતે કેનેડાના આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, કેનેડામાં સતત ભારત વિરોધી ગતિવિધિઓ કરવામાં આવી રહી છે. કેટલાક રાજકીય પક્ષો આવા તત્વોને બચાવવા માટે કામ કરી રહ્યા છે.

હરદીપ સિંહ નિજ્જર મોસ્ટ વોન્ટેડ આતંકી હતો

ભારતીય સુરક્ષા એજન્સીઓએ હરદીપ સિંહ નિજ્જરને મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ કર્યો હતો. ભારતમાં હિંસા અંગે તેમનું નામ ઘણી વખત સામે આવ્યું હતું. હરદીપ સિંહ નિજ્જરે ખાલિસ્તાન ટાઈગર ફોર્સ નામનું સંગઠન બનાવ્યું હતું. તે મૂળ પંજાબના જલંધર જિલ્લાના શાહકોટ પાસેના ભર સિંહપુર ગામનો રહેવાસી હતો અને લગભગ 1997થી કેનેડામાં સ્થાયી થયો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top