મોરોક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપે મહાવિનાશ વેર્યો, મોટી-મોટી બિલ્ડીંગો ધ્વસ્ત થઈ, 2000થી વધુ લોકોનાં મોત

Morocco Earthquake: શુક્રવારે મોરોક્કોમાં ભારે ભૂકંપ આવ્યો હતો જેમાં અંદાજે 2 હજારથી વધુ લોકોનાં મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા છે અને ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી 71 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં ઉચ્ચ એટલસ પર્વતમાં હતું.ભૂંકપના આંચકાથી દરેક જગ્યાએ દોડધામ મચી ગઈ હતી. આંતરિક મંત્રાલયે નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે, આ ભૂકંપમાં બે હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને 2 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં અનેક લોકોની હાલત ગંભીર છે.

કૈસાબ્લાંકાથી મરાકેશ સુધી દેશનાં વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતાં ત્યાર બાદ અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા છે. સ્થાનિક સમય અનુસાર શુક્રવારે સાંજે 6 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી 71 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં ઉચ્ચ એટલસ પર્વતમાં હતું. નિવેદન અનુસાર 2,012 લોકોના લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે અને 2,059 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 1,404 લોકોની હાલત ગંભીર છે.

માનવામાં આવી રહ્યું છે કે, અનેક લોકો આ કાટમાળ હેઠળ દબાયેલ છે અને રાહત બચાવ કરવામાં આવી રહ્યું છે. અનેક મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા છે. મૃતકોનો આંકડો વધવાની આશંકા છે. દેશના શાહી મહેલે ત્રણ દિવસ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પ્રભાવિત ક્ષેત્રોમાં સ્વચ્છ પાણી, ફૂડ પેકેટ, તંબૂ અને ધાબળા આપવા માટે રાહત બચાવ દળ તહેનાત કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપથી જીવ ગુમાવનાર પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે એક્સ હેન્ડલ પર જણાવ્યું છે કે, ‘મોરોક્કોમાં ભૂકંપથી થયેલ જાનહાનિને કારણે અત્યંત દુ:ખ થયું છે. આ દુ:ખભરી ઘડીમાં મોરોક્કોના લોકો સાથે મારી સંવેદના છે. ભારત આ કઠિન પરિસ્થિતિમાં તમામ સંભવ મદદ આપવા માટે તૈયાર છે.’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top