હવાઈ ​​મુસાફરી દરમિયાન મહિલાની તબિયત બગડી, એપલ વોચથી ડોક્ટરે બચાવ્યો જીવ

એપલ પ્રોડક્ટ્સમાં ઘણા પાવરફુલ ફીચર્સ ઉપલબ્ધ છે જે ઘણા યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. એપલના આઈફોન અને એપલ વોચથી પણ ઘણી વખત લોકોના જીવ બચ્યાં છે. જીવન બચાવવાનો એક નવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ડૉક્ટરે ઈમરજન્સી દરમિયાન મહિલાની સારવાર માટે એપલ વોચની મદદ લીધી હતી.

આ મામલો 9 જાન્યુઆરીનો છે જ્યારે એક મહિલા બ્રિટનથી ઈટલી જઈ રહી હતી. વિમાન હજારો ફૂટની ઉંચાઈ પર હતું ત્યારે એક મહિલાની તબિયત લથડી હતી. મહિલાની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ દરમિયાન મહિલાને ડૉક્ટરની જરૂર હતી.

આ દરમિયાન મહિલાને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી હતી. ત્યાર બાદ ફ્લાઈટના ક્રૂએ મહિલાની મદદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પરિસ્થિતિ વધુ બગડતી જોઈને લોકોએ મદદ માટે કહ્યું હતું લોકોને પૂછ્યું કે શું અહીં કોઈ ડૉક્ટર છે?

ફ્લાઇટમાં એક ડૉક્ટર હાજર હતો, જેનું નામ ડૉ. રિયાઝ છે. તેઓ મહિલાની મદદ માટે આગળ આવ્યા. આ પછી તેણે મહિલાની મદદ કરવાનું શરૂ કર્યું. મહિલાના બ્લડ ઓક્સિજન લેવલને ટ્રૅક કરવા માટે તેણે એપલ વૉચનો ઉપયોગ કર્યો, જેમાં બ્લડ ઑક્સિજનનું નિરીક્ષણ કરવાની સુવિધા શામેલ છે. આ સિવાય એપલ વોચે મહિલાના મેડિકલ હિસ્ટ્રી વિશેની વિગતો પણ શેર કરી છે. મહિલાને પહેલા હૃદય સંબંધિત સમસ્યાઓ હતી.

જ્યારે મહિલાનું ઓક્સિજન લેવલ નીચે જવાનું શરૂ થયું ત્યારે ડોક્ટરે ફ્લાઈટ સ્ટાફને ઓક્સિજન સિલિન્ડર લાવવા કહ્યું, જે ફ્લાઈટમાં હતું. આ પછી, ફ્લાઈટ લેન્ડ થાય ત્યાં સુધી મહિલાનું ઓક્સિજન સ્તર નિયંત્રણમાં રાખવામાં આવ્યું હતું. તેમની તબિયત લથડતા લગભગ એક કલાક પછી ફ્લાઈટ લેન્ડ થઈ હતી. આ પછી મહિલાને હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top