ગોગલ્સ વગર વાહન ચલાવવા બદલ દંડ, ટ્રાફિકના એવા નિયમો જે કદાચ તમે જાણતા નથી

રસ્તાઓ પર આજકાલ પહેલાની સરખામણીએ વાહનોની સંખ્યા ઘણી વધી ગઈ છે. જેને લઇને અકસ્માતના બનાવોની સંખ્યા પણ વધી ગઇ છે. રસ્તા પર ચાલતા લોકોની સલામતી માટે દરેક દેશના પોતાના ટ્રાફિક નિયમો હોય છે. પરંતુ આજે આપણે વિશ્વના કેટલાક એવા ટ્રાફિક નિયમો વિશે જાણીશું જે તમને અજીબોગરીબ લાગશે, એટલું જ નહીં જો આ નિયમોનું પાલન ન થાય તો ભારે દંડની પણ જોગવાઇ છે.

ગંદી કાર ચલાવવા બદલ દંડ

રશિયા જેવા દેશમાં, જો તમે તમારી કારને સાફ કર્યા વિના ચલાવો છો અને કારને ગંદી રાખો છો, તો આ માટે તમારે 30 યુરો એટલે કે લગભગ રૂ. 2,693નો દંડ ભરવો પડે છે.

કાળા ચશ્મા વિના વાહન ચલાવવા પર મેમો

સ્પેનમાં જો તમે કાળા સનગ્લાસ પહેર્યા વગર વાહન ચલાવો છો તો તમારે દંડ ભરવો પડે છે. આ નિયમ બનાવવા પાછળ એક મોટું કારણ એ છે કે અહીંની સરકારનું માનવું છે કે સનગ્લાસ પહેરીને કાર ચલાવવાથી સૂર્યપ્રકાશને કારણે રસ્તા પર થતા અકસ્માતને નિવારી શકાય છે.

શર્ટ કાઢીને વાહન ચલાવવા બદલ દંડ

થાઈલેન્ડમાં જો કોઈ પુરુષ કે મહિલા ટોપલેસ થઇને ડ્રાઈવિંગ કરતા જોવા મળે તો તેણે આ માટે દંડ ભરવો પડે છે. અહીં ટોપલેસ કે શર્ટલેસ થઇને કાર ચલાવવી એ ગુનો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top