અમદાવાદમાં સંત સંમેલનમાં દંડી સ્વામીનું મોટું નિવેદન: અયોધ્યા તો હજુ શરૂઆત છે; કાશી અને મથુરા માટે પણ લડીશું અને જીતીશું

આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં સંત સંમેલન યોજાયું હતું, જેમાં અનેક સંતો હાજર રહ્યા હતાં. આ સંમેલન દરમિયાન ગોપાલ દાસજી મહારાજે કહ્યું કે, હૈદરાબાદનું કોઈ કૂતરું બોલે છે કે મારાં ગળા ઉપર કોઈ તલવાર મૂકે તો પણ ભારત માતાની જય નહી બોલું, સાંભળી લે હૈદરાબાદના કૂતરાં જે દિવસ સનાતન સાંસદમાં પહોંચશે એ દિવસે તું શું તારો બાપ પણ વંદે માતરમ બોલશે.

ચૈતન્ય શંભુ મહારાજ શું બોલ્યા?

ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે, હિન્દુ સમાજે 3 સંકલ્પ કર્યા હતાં, રામ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ, મથુરામાં શ્રી કૃષ્ણ મંદિર. રામ મંદિરનો સંકલ્પ પૂર્ણ થયો છે. સમાજ આજે રામના નામે એક થઈ રહ્યો છે, સમાજ આજે કાશી અને મથુરાના નામે એક થઈ રહ્યો છે. સોમનાથ મહાદેવની સ્થાપના થઈ ત્યારે માત્ર ગર્ભ ગૃહ નિર્માણ થયું હતું અને 5 વર્ષ બાદ મંદિર નિર્માણ થયું ત્યારે કોઈએ વિરોધ કર્યો નહોતો. આજે આ લોકો એટલે વિરોધ કરે છે કે આ મંદિરનું નિર્માણ થયું. આપણા પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ નિર્માણ કર્યું એટલે એમના પેટમાં તેલ રેડાયું છે. દિલીપદાસજીની આગેવાનીમાં ગુજરાતના સંતો એક થશે અને ખૂબ આગળ વધશે. હવે આપણે હર હર મહાદેવનો જય જય કાર લગાવવાનો છે.

દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે શું કહ્યું

અમદાવાદમાં યોજાયેલા સંમેલનમાં દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજના પ્રચંડ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, કોઈ શંકરાચાર્યએ એવુ નથી કહ્યું કે અમે અયોધ્યા નહીં જઈએ. જેમણે વીડિયો,પત્ર લખ્યા એમનું કૉંગ્રેસના રૂપિયાથી ચાલતું. ઉપરાંત તેમણે કહ્યું, અમે ભારતીય જનતા પાર્ટીને પ્રેમ નથી કરતા, ભાજપના પણ અનેક નેતાઓ નાસ્તિક છે. જે સંતોને માથું ટેકવે છે તે નેતા ખુબ આગળ વધે છે, જેમણે માથું નથી ટેકવ્યું, તે બધા ગયા, શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે બધા ગયા.

જ્ઞાનવાપી અને મથુરા પર દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે નિવેદન આપતાં કહ્યું, અયોધ્યા તો હજુ શરૂઆત છે, રામલલા બિરાજમાન થતાં જ જ્ઞાનવાપીનું તાળું તૂટ્યુ. મથુરા મંદિરને લઈને પણ એટલો જ ઉત્સાહ છે, કાશી અને મથુરા માટે પણ લડીશુ અને જીતીશું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top