ગુજરાતમાં રાહુલની યાત્રાના પ્રવેશ પહેલા મોઢવાડિયાની કોંગ્રેસમાંથી વિદાય, અમરીશ ડેર સહીતના આ મોટા નેતાઓ ભાજપમાં જોડાયા

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં પણ કોંગ્રેસને એવો જ આંચકો લાગ્યો છે. ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના પ્રવેશ પહેલા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અંબરીશ ડેર અને વરિષ્ઠ નેતાઓ તેમજ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને મુલુભાઈ કંડોરિયા ભાજપમાં જોડાયા છે. આ ત્રણેય નેતાઓએ બપોરે 12 વાગ્યે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. નોંધનીય છે કે અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ગઈકાલે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

નારણ રાઠવાએ તાજેતરમાં કોંગ્રેસ છોડી

કોંગ્રેસ છોડતા પહેલા અર્જુન મોઢવાડિયાએ પાર્ટીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો બહિષ્કાર કરવાના નિર્ણયની ટીકા કરી હતી. રસપ્રદ વાત એ છે કે, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ કોંગ્રેસના ત્રણેય નેતાઓ ભાજપમાં જોડાયા છે. આ પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા તેમના પુત્ર અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે સત્તારૂઢ ભાજપમાં જોડાયા હતા.

ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તેવી શક્યતા

હવે અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે મળતી માહિતી મુજબ તેઓ આગામી લોકસભા ચૂંટણી કે વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. મોઢવાડિયા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલ પોરબંદરથી ધારાસભ્ય પણ છે. તેઓ 2022માં કોંગ્રેસની ટિકિટ પર ત્રીજી વખત જીત્યા હતા.

જાન્યુઆરીમાં પણ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું

તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં પણ કોંગ્રેસના એક વરિષ્ઠ ધારાસભ્ય સી.જે. ચાવડાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ચાવડા વિજાપુર બેઠકના ધારાસભ્ય હતા. તેમની પહેલા ખંભાત બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસ છોડી દીધી હતી. સી.જે. ચાવડા 2019ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહ સામે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. સી.જે. ચાવડાની ગણના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નજીકના લોકોમાં થાય છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 17 બેઠકો જીતી હતી, પરંતુ હવે ત્રણ ધારાસભ્યોના રાજીનામા બાદ રાજ્યમાં પાર્ટી પાસે 14 ધારાસભ્યો બાકી બચ્યા છે.

મહારાષ્ટ્રમાંથી પણ ઘણા નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડ્યો

કોંગ્રેસને મહારાષ્ટ્રમાં પણ ઘણા ઝટકાઓ લાગી રહ્યા છે. કારણ કે, પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બસવરાજ પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ જેવા નામો સામેલ છે. આ સિવાય આસામ કોંગ્રેસના સૌથી વરિષ્ઠ અને અગ્રણી નેતાઓમાંના એક રાણા ગોસ્વામીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. બંગાળમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કારણ, બંગાળમાં દીદીના વિરોધમાં એક સમયે માથું મુંડન કરાવનાર કૌસ્તવ બાગચીએ લોકસભા ચૂંટણી પહેલા જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ત્રણ પાનાનું રાજીનામું મોકલ્યું હતું. જેમાં તેમણે પાર્ટી પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે પાર્ટીમાં તેમને યોગ્ય સન્માન નથી મળતું. તેમણે ટીએમસી સાથે ગઠબંધન કરવાના નિર્ણયનો પણ વિરોધ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Anant Ambani Radhika Merchant Pre-Wedding : ધોનીએ દાંડિયા રમ્યા, ત્રણે ખાન એક સાથે જોવા મળ્યા, પ્રેગ્નન્ટ દીપિકાનો ડાન્સ, જુઓ 10 બેસ્ટ મોમેન્ટ્સ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top