ભારતમાં PCOSથી પ્રભાવિત છે દર 5માંથી 1 મહિલા, આ સમસ્યાથી બચવા પીરિયડ્સ સાઈકલ પર આપો ધ્યાન, સ્ટ્રેસથી બચો અને રોજ અળસી ખાઓ

પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ PCOSથી 5માંથી 1 ભારતીય મહિલા પ્રભાવિત છે. હાર્ટ કેર ફાઉન્ડેશન (HCFI)ના અધ્યક્ષ ડો. કે.કે. અગ્રવાલ મુજબ છોકરીઓ અને મહિલાઓમાં થતી PCOS એક સાર્વજનિક સ્વાસ્થ્ય સમસ્યા છે. જેનું કાળજીપૂર્ણ મૂલ્યાંકન, સમય પર તેનો ઈલાજ ખૂબ જ જરૂરી હોય છે. યોગ્ય સમયે નિદાન ન થવા પર PCOSને કારણે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હાઈ બીપી, હાઈ કોલેસ્ટ્રોલ, ચિંતા, તણાવ, સ્લિપ એપ્નિયા, હાર્ટ એટેક, ડાયાબિટીસ અને બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો પણ વધી જાય છે.

લાંબા સમય સુધી બેસી રહેવાથી વધે છે PCOSનો ખતરો
ખાનપાનની ખોટી આદતો, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, ડેસ્ક વર્ક અને લાંબા સમય સુધી બેસી રહેવાથી PCOSનું જોખમ વધે છે. PCOSમાં ઈન્સ્યૂલિનનું સ્તર વધવા લાગે છે. જેના કારણે વજન વધવા સહિતની ઘણી સમસ્યા થઈ શકે છે.

શું છે PCOS
મહિલાઓની ઓવરી (અંડાશય) ફીમેલ હોર્મોન્સ જેમ કે એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોનનું ઉત્પાદન કરે છે. આ હોર્મોન મહિલાઓમાં ઓવ્યૂલેશન (એગ બનવાની પ્રક્રિયા)માં મદદ કરે છે. જેનાથી ગર્ભધારણ કરવામાં પરેશાની થતી નથી. સાથે જ માસિક ચક્ર પણ નિયમિત રહે છે. મહિલાઓની ઓવરી કેટલીક માત્રામાં મેલ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું પણ ઉત્પાદન કરે છે. પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ એક હોર્મોનલ ડિસોર્ડરથી પેદા થતી બીમારી છે જેમાં મેલ હોર્મોનનું સ્તર ફીમેલ હોર્મોનની તુલનામાં વધી જાય છે. આ બીમારી મહિલાઓમાં સામાન્ય રીતે 15થી 44ની ઉંમરમાં થાય છે.

PCOSના લક્ષણો
આ બીમારીના વિશિષ્ટ લક્ષણોમાં વજન વધવું, શરીર અને ચહેરા પર વાળનો ગ્રોથ વધવો, વાળ પાતળા થવા, વંધ્યતા, ખીલ, પેલ્વિક પેઈન, માથાનો દુખાવો, ઊંઘની સમસ્યા અને મૂડ સ્વિંગ્સ સામેલ છે. મોટાભાગના લક્ષણો યુવાવસ્થાના તરત બાદ શરૂ થઈ જાય છે અને તે લાંબા સમય પછી કિશોરો અને શરૂઆતી વયસ્કતામાં પણ વિકસિત થઈ શકે છે.

PCOS ઠીક થઈ શકતું નથી, તેને કંટ્રોલ કરી શકાય છે
PCOS સંપૂર્ણ રીતે ઠીક થઈ શકતું નથી. 5થી 10 ટકા જેટલું વજન ઘટાડીને અને જીવનશૈલીમાં ફેરફાર લાવીને તેને કંટ્રોલ કરી શકાય છે. સાથે જ સક્રિય દિનચર્યા અને હેલ્ધી ખોરાક પણ ખૂબ જ જરૂરી છે. આટલું ધ્યાન રાખવાથી માસિક ચક્ર નિયમિત કરવામાં અને બ્લડમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં મદદ મળે છે.

PCOSથી બચવાની ટિપ્સ
-લક્ષણ દેખાતાં જ તરત ડોક્ટરને બતાવો, આનો ઈલાજ થોડો લાંબો ચાલે છે.
-પીરિયડ્ય સાયકલને સમજો અને શરીરમાં આવતા ફેરફારને લઈને સાવધ રહેવું.
-સંતુલિત ભોજન ખાવું, જેટલું બની શકે એટલું જંક ફૂ઼ડ અને પ્રોસેસ્ડ ફૂડ અવોઈડ કરવું.
-દરરોજ સવારે 1 કલાક વોક અથવા એક્સરસાઈઝ કરો.
-માનસિક રીતે પણ સ્વસ્થ રહેવું. સ્ટ્રેસ લેવું નહીં.
-બ્રોકલી, ફ્લાવર અને પાલક જેવા હાઈ ફાયબર ખાદ્ય પદાર્થો ખાવા.
-બદામ, અખરોટ, ઓમેગા અને ફેટી એસિડવાળા ખોરાક ડાયટમાં સામેલ કરવા.
-3વાર ભોજન કરવાની જગ્યાએ 5વારમાં થોડી-થોડી માત્રામાં ભોજન કરવું. તેનાથી મેટાબોલિઝ્મ યોગ્ય રહે છે.
-યોગ અને મેડિટેશનથી સ્ટ્રેસ કંટ્રોલ કરવું.
-ધૂમ્રપાન અને દારૂથી દૂર રહેવું, કારણ કે આ PCOSના લક્ષણોને વધારી શકે છે.

કેટલાક ઘરેલૂ ઉપાય
-રિસર્ચ મુજબ તજ સ્વાસ્થ્યની અનેક સમસ્યા માટે લાભકારી છે. આ ફીમેલ હોર્મોન્સ માટે ફાયદેમંદ છે. જેથી રોજ તજવાળી ચા બનાવીને પીવી.
-રોજ રાતે 1 ચમચી મેથી દાણા પાણીમાં પલાળી સવારે ખાલી પેટ તેનું પાણી પીવું. આનાથી બોડીમાં ઈન્સ્યૂલિનનું સ્તર કંટ્રોલમાં રહે છે.
-અળસીના બીજ ખાવા. તે ફેટી થ્રી અને ઓમેગા-6 ફેટી એસિડનો બેસ્ટ સોર્સ છે. આ શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની માત્રા ઘટાડે છે.
-તુલસી ફીમેલ હોર્મોનને વધારે છે. જેની મદદથી ઓવ્યૂલેશનની પ્રક્રિયા સામાન્ય રીતે ચાલે છે. તમે તેના પાન સવારે ચાવીને ખાઈ શકો છો અથવા તો તેને ચામાં નાખીને પણ પી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top