વડોદરામાં બે લાડલી પુત્રીઓને ઝેરી દવા પીવડાવી હત્યા કરી પછી માતાએ ખાદ્યો ગળાફાંસો

વડોદરામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જે જાણીને તમે પણ હચમચી જશો. કારેલીબાગ વિસ્તારમાં માતાએ જ પુત્રીઓની હત્યા કરી છે. પુત્રીઓની હત્યા કર્યા બાદ માતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે હાલ માતા હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથધરી હતી. ઘટનાસ્થળે પોલીસને કાફળો જોતાં લોકોનાં ટોળાં ઉમટી પડ્યા હતાં.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં માતા દક્ષાબેન ચૌહાણે પોતાની લાડલી પુત્રીઓને ઝેરી દવા આપીને મોતને ઘાટ ઉતારી હતી. ત્યાર બાદ માતાએ પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ માતાનો બચાવ થયો હતો અને હાલ માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ તેમની તબિયત સ્થિર છે. મહત્વની વાત એ છે કે, માતાના થોડા સમય પહેલા તલાક થયા હતા અને તેમને 19 વર્ષની હની ચૌહાણ અને 14 વર્ષની સુહાની ચૌહાણ એમ બે પુત્રીઓ છે.

માતાએ બન્ને લાડલીઓ પુત્રીઓની હત્યા કર્યા સમગ્ર વિસ્તારમાં ચર્ચા થવા લાગી હતી. જોકે માતાએ પુત્રીઓને હત્યા કેમ કરી તેનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘરમાંથી ઝેરી દવાઓ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળાં વળ્યા હતાં.

મૃતક હની ચૌહાણ ટીવાય બીકોમમાં અભ્યાસ કરતી હતી જ્યારે સુહાની ચૌહાણ ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. મૃતક હની ચૌહાણના મિત્રનું નિવેદન સામે આવ્યું છે જેમાં જણાવ્યું હતું કે, અગાઉ હનીએ કોઈ સમસ્યાની જાણ કરી ન હતી. જોકે હની ચૌહાણએ ગતરોજ જમવામાં ટેસ્ટ ન આવતો હોવાનો ફોન કર્યો હતો અને તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. હનીનું સ્વપ્ન હતું કે તે એર હોસ્ટેસ બને.

માતાએ પુત્રીઓની હત્યાની ઘટનાને લઈને ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, માતાએ બંને પુત્રીઓને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી છે. સ્થળ પરથી ઝેરી દવાઓ પણ મળી આવી છે. આર્થિક સંકડામણને કારણે માતાએ પુત્રીઓની હત્યા કરી હોવાનું અનુમાન છે. હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માતા સામે 302નો ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top