પોલીસ તપાસમાં ધડાકો:જુનાગઢના વિરડી ગામમાં પ્રેમી સાથે મળીને પત્નીએ જ પતિનું કાઢ્યું કાસળ

સૌરાષ્ટ્રમાં એક ચોંકાવનારા સમાચારથી ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર ઘટનાની ગામમાં ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. જૂનાગઢના માળિયા હાટીનાના વીરડી ગામના એક યુવકની હત્યામાં હચમચાવનારો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, પુરુષની હત્યા અજાણ્યા શખ્સે નહીં પરંતુ તેની પત્નીએ જ કરી હતી. મૃતકની પત્નીએ જ તેના પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, પતિની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ ઘટનાનો પર્દાફાશ થયો હતો. સમગ્ર ઘટનાની હકીકત સામે આવ્યા બાક પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, થોડા દિવસ અગાઉ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના વીરડી ગામ નજીક એક 40 વર્ષીય પુરુષની લાશ મળી હતી. આ ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. તપાસ શરૂ કરતાં પોલીસને મૃતકની પત્નીના ફોનમાંથી ઘણાં શંકાસ્પદ મેસેજ મળી આવ્યા હતા. બાદમાં પોલીસે મૃતકની પત્નીની પૂછપરછ કરી જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, મૃતક ભાવેશ પરમારની પત્નીએ તેના પ્રેમી ભરત વાઢીયા સાથે મળી હત્યાને અંજામ આપ્યો હતો. બંન્નેએ ભાવેશ પરમારને માથા અને શરીરના અન્ય ભાગે ઇજા પહોંચાડીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. હત્યા કર્યાં બાદ ભાવેશની લાશને વીરડીથી માળીયા હાટીના તરફ જતા નાળા પાસે મોટર સાઈકલ સાથે ફેંકી અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

નોંધનીય છે કે મૃતક ભાવેશ પરમારને કેન્સર હતું અને આર્થિક રીતે સક્ષમ ન હોવાથી તેની પત્ની ભરત વાઢીયા તરફ આકર્ષાઇ હતી. આ બંને વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી અફેર ચાલી રહ્યું હતું. પોલીસે હાલ બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપી ભરત અમરાપરનો રહેવાસી છે અને જમીન લે-વેચ સાથે સંકળાયેલો હોવાથી મૃતક વિજય પરમારના સંપર્કમાં આવ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top