કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણની મજા માણી

અમદાવાદઃ 14 જાન્યુઆરીના દિવસે લોકો ઉત્તરાયણની મજા માણતાં હોય છે ત્યારે આવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગુજરાતના મહેમાન બન્યા હતાં. અમિત શાહ અમદાવાદમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની મજા માણી હતી.

ગૃહમંત્રીની સાથે કાર્યકર્તા, પદાધિકારીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતાં. અમિત શાહની હાજરીને ધ્યાનમાં રાખીને વેજલપુરમાં જરુરી સુરક્ષા વ્યવસ્થાની પણ ગોઠવવામાં આવી હતી. આ પહેલા અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરના દર્શન પણ કર્યા હતાં. અમિત શાહે જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટથી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમિત શાહની હાજરી પહેલા સ્વાતિ એપાર્ટમેન્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ અલગ-અલગ ધાબા પર ગોઠવાઈ ગઈ હતી. નોંધનીય છે કે ઉત્તરાયણ દરમિયાન અમિત શાહ અગાઉ પણ અમદાવાદ શહેરમાં પતંગ ચગાવતા જોવા મળ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top