દહીં મેળવવાની આ રીતજાણી લ્યો દહીં મેળવવાની આ રીત, થશે એકદમ થક્કાદાર અને કડક… કોઈ પણ સિઝનનમાં જામી જશે ફટાફટ

ગરમી આવી રહી છે. એવામાં દરેક ઘરે દહીંનો વપરાશ પણ વધશે. વાસ્તવમાં દહીં માત્ર સ્વાદમાં જ સારું નથી હોતું પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું ગણવામાં આવે છે. પ્રોબાયોટીક ગુણોથી ભરપૂર દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન, આયરન, ફૉસ્ફરસ, વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે. એટલું જ નહીં, શોધમાં તો એ પણ કહેવામાં આવ્યું છે કે, દૂધની તુલનાએ દહીં આપણાં સ્વાસ્થ્યને વધારે ફાયદો પહોંચાડે છે. તો આવો જાણીએ કે, આપણે ઘરે કંઈ રીતે સારું દહીં મેળવી શકીએ છીએ.

પહેલી રીત : મેળવણની મદદથી દહીં મેળવો- દહીં મેળવવાની આ સૌથી પોપ્યુલર રીત ગણવામાં આવે છે. એ માટે તમે થોડું દહીં(મેળવણ) એક વાટકીમાં રાખી લો. હવે તેની મદદથી તમે નવું દહીં મેળવી શકો છો. તે માટે દૂધને ઉકાળીને ઠંડુ થવા માટે રાખી લો. જ્યારે તે નવશેકું થઈ જાય તો તમે આ અલગ રાખેલા દહીંના વાટકામાં થોડું દૂધ મિક્સ કરો અને ધીમે ધીમે વાટકાનું બધુ જ દહીં દુધમાં મિક્સ કરી લો.

ખૂબ વધારે પણ મિક્સ ન કરવું. હવે તેને ઢાંકીને આખી રાત માટે રાખી લો. બધુ દહીં સવાર સુધીમાં મળી જાય છે.આમ દહીં મેળવવા માટે તેમાં થોડું દહીં નાખવું. જેથી તમારું દહીં ઘટ્ટ બને.

બીજી રીત : ઓવનનો ઉપયોગ કરવો – જો તમારી પાસે દહીં મેળવવા માટે સમય ઓછો હોય તો, તમે માઇક્રોવેવ ઓવનની મદદ લઈ શકો છો. તે માટે તમે એક માઇક્રોવેવ પોટમાં એક બે ચમચી દહીં રાખો અને તેમાં નવશેકૂ દૂધ મિક્સ કરો, માઇક્રોવેવને 180 ડિગ્રી પર 2 મિનિટ માટે પ્રો હિટ જરૂરથી કરી લેવું જોઈએ. હવે સ્વિચ ઓફ કરીને તેમાં આ દહીં વાળું વાસણ રાખીને 3 થી 4 કલાક માટે છોડી દો. આમ તમે ઓવનમાં પણ દહીં મેળવી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top