ચપટી વગાડતા જ 1૦૦ કરોડને પાર થઈ જાય છે આ સાઉથ સ્‍ટારની ફિલ્‍મો

બોલીવુડમાં ફિલ્મ રિલિઝ થવાની હોય ત્યારે હિરોને એક વાતે ભારે ટેન્શન હોય છે કે આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થશે કે કેમ? સલમાનની કિસીકા ભાઇ કિસીકી જાન માંડ માંડ કરતાં 100 કરોડનો આંક વટાવી શકી. આ પહેલા પણ આમિરના લાલ સિંહ ચડ્ડા અને શાહરૂખની ફિલ્મ ઝીરો પણ ધારી કમાણી કરી શકી નહોંતી. ત્‍યારે આ બધાની વચ્‍ચે સાઉથના કેટલાંક સુપર સ્‍ટાર્સ છે જેમની ફિલ્‍મો ખુબ જ આસાનીથી 100 થી 150 કરોડની કમાણીને પાર કરી જાય છે. આવા સ્‍ટાર્સની યાદીમાં રજનીકાંતથી લઈને પ્રભાસ સુધીના નામો સામેલ છે…!

રજનીકાંત : સુપરસ્‍ટાર રજનીકાંતને સાઉથની ફિલ્મ ઈન્‍ડસ્‍ટ્રીમાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે. જયારે રજનીકાંતની ફિલ્‍મ સિનેમાઘરોમાં રીલિઝ થાય છે ત્‍યારે જ લોકો લાઈનો લગાવીને ફિલ્‍મ જોવા જાય છે. રિપોર્ટ્‍સ અનુસાર રજનીકાંતે 1૦૦ કરોડની ઘણી ફિલ્‍મો આપી છે.

અલ્લુ અર્જુન : યંગ સુપરસ્‍ટાર અલ્લુ અર્જુને તેમના કરિયરમાં 6૦૦ કરોડની ફિલ્‍મો આપી છે. પુષ્‍પાના પહેલા ભાગે તેમને સમગ્ર ભારતમાં ઓળખ અપાવી છે. હવે ફેન્‍સ અલ્લુની પુષ્‍પા-2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

જુનિયર એનટીઆર : આરઆરઆર ફિલ્‍મથી વૈશ્વિક ઓળખ મેળવનાર જુનિયર એનટીઆરએ તેની કારકિર્દીમાં ઘણી 1૦૦ કરોડની ફિલ્‍મો પણ આપી છે.

રામ ચરણ : રામ ચરણે ફિલ્‍મ આરઆરઆર થી વિશ્વભરમાં ખ્‍યાતિ મેળવી છે. રામ ચરણની ફિલ્‍મો માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતમાં પણ પસંદ કરવામાં આવે છે. રામ ચરણે અત્‍યાર સુધીમાં 5૦૦ કરોડથી વધુની ફિલ્‍મો આપી છે.

પ્રભાસ : બાહુબલી ફેમ સુપરસ્‍ટાર પ્રભાસે તેમના કરિયરમાં 1૦૦ કરોડની ઘણી ફિલ્‍મો આપી છે. હવે અભિનેતા ટૂંક સમયમાં આદિપુરુષ ફિલ્‍મમાં જોવા મળશે.

થલપતિ વિજય : સાઉથના ટોચના સ્‍ટાર્સમાંના એક થલપતિ વિજયે ઘણી બેક ટુ બેક હિટ ફિલ્‍મો આપી છે. થલપતિ વિજયે પોતાની કારકિર્દીમાં 1૦૦ કરોડથી વધુની કમાણી કરતી 11 થી વધુ ફિલ્‍મો આપી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top