રણબીર કપૂરને બેસ્ટ એક્ટર અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો

69મા ફિલ્મફેરની શરૂઆત શનિવારે સાંજે એટલે કે 28 જાન્યુઆરીએ ટેકનિકલ પુરસ્કારો સાથે થઈ હતી. આ પછી, ફિલ્મફેર એવોર્ડ્સનો મુખ્ય કાર્યક્રમ રવિવારે સાંજે એટલે કે 29 જાન્યુઆરીએ યોજાયો હતો. જ્યાં બોલિવૂડ સ્ટાર્સે પોતાના ચાર્મ અને સ્ટાઈલથી ધૂમ મચાવી હતી. રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ અને વિક્રાંત મેસીની ’12મી ફેલ’એ ફિલ્મફેર 2024 એવોર્ડ્સમાં સૌથી વધુ એવોર્ડ જીત્યા છે. રણબીર કપૂરને ‘એનિમલ’ માટે બેસ્ટ એક્ટર અને આલિયા ભટ્ટને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. અહીં જાણો વિજેતાઓની સંપૂર્ણ યાદી…

વિક્રાંત મેસીની 12મી ફેલ બની બેસ્ટ ફિલ્મ!
વિધુ વિનોદ ચોપરા દિગ્દર્શિત ’12મી ફેલ’ને ફિલ્મફેર 2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ‘એનિમલ’, ‘જવાન’, ‘ઓહ માય ગોડ 2’, ‘પઠાણ’ અને ‘રોકી કી રાની કી પ્રેમ કહાની’ને બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં 12મી ફેલ સાથે સ્પર્ધામાં સામેલ કરવામાં આવી હતી. બેસ્ટ ફિલ્મની સાથે ’12મી ફેલ’એ વિધુ વિનોદ ચોપરાને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ પણ આપ્યો હતો. જ્યારે ‘એનિમલ’ને બેસ્ટ મ્યુઝિક આલ્બમ અને બેસ્ટ સિંગરનો એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મફેર એવોર્ડ 2024 વિજેતાઓની યાદી
બેસ્ટ એક્ટર (મેલ) લીડિંગ રોલ – રણબીર કપૂર (એનિમલ)
બેસ્ટ એક્ટ્રેસ (ફીમેલ) લીડિંગ રોલ – આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ નિર્દેશક- વિધુ વિનોદ ચોપરા (12મી ફેલ)
બેસ્ટ ફિલ્મ (ક્રિટીક્સ) – જોરમ (દેબાશીષ મખીજા)
બેસ્ટ એક્ટર (ક્રિટીક્સ) – વિક્રાંત મેસી (12મી ફેલ)
બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટીક્સ) – રાની મુખર્જી (મિસેસ ચેટર્જી વર્સેસ નોર્વે)
બેસ્ટ એક્ટર (મેલ) સપોર્ટિંગ રોલ – વિકી કૌશલ (ડંકી)
બેસ્ટ એક્ટ્રેસ (ફીમેલ) સપોર્ટિંગ રોલ – શબાના આઝમી (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ ગીત- અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે- જરા હટકે જરા બચકે)
બેસ્ટ સંગીત આલ્બમ – એનિમલ
બેસ્ટ પ્લેબેક સિંગર- ભૂપિન્દર બબ્બલ (અર્જન વેલી-એનિમલ)
બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ) – શિલ્પા રાવ (બેશરમ રંગ-પઠાણ)
બેસ્ટ ડેબ્યુ (મેલ) – આદિત્ય રાવલ (ફરાઝ)
બેસ્ટ ડેબ્યુ (ફીમેલ) – અલીઝેહ અગ્નિહોત્રી (ફર્રે)
લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ – ડાયરેક્ટર ડેવિડ ધવન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top