શાહરૂખ અને લાડલી પુત્રીએ વ્હાઈટ કપડાં પહેરી શ્રી વેંકટેશ્વર સ્વામીના કર્યાં દર્શન

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થિયેટર્સમાં રીલિઝ માટે તૈયાર ગઈ છે જેને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. માત્ર એડવાન્સ બુકિંગ જોઈને કહી શકાય કે, ફિલ્મ ‘જવાન’ શાનદાર કલેક્શન કરવા જઈ રહી છે. ત્યારે ફિલ્મની રિલીઝ પહેલા શાહરૂખ ખાન પુત્રી સુહાના ખાન અને નયનતારા સાથે તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતાં જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરે શાહરૂખ ખાન પહોંચ્યા હતા જેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ દર્શન કર્યાં બાદ ચાહકોને શુભેચ્છા પાઠવતાં જોવા મળી રહ્યાં હતાં. ફિલ્મ ‘જવાન’ રીલિઝ પહેલા શાહરૂખ ભગવાનના દર્શન કરી ફિલ્મ માટે પ્રાર્થના કરી હતી.

કિંગ ખાનના લુકની વાત કરીએ તો તેમણે સફેદ રંગના કપડાં પહેર્યાં હતા જ્યારે સુહાના ખાન અને નયનતારા પણ સફેદ આઉટફિટમાં જોવા મળ્યા હતા. વીડિયોમાં તેઓ દર્શન કરતાં જોવા મળી રહ્યા હતાં. મંદિર દર્શન કર્યાં જેનો વીડિયો વાયરલ થયો હતો ચાહકોએ સોશિયલ મીડિયામાં કમેન્ટ્સનો કરી રહ્યા હતાં.

‘જવાન’નું ટ્રેલર રિલીઝ થાય તે પહેલા શાહરૂખ ખાન જમ્મુ-કાશ્મીરના વૈષ્ણો દેવી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જ્યાં તેમણે પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો જેથી કોઈ તેમને ઓળખી ન શકે. શાહરૂખે ડેનિમ અને ટી-શર્ટ સાથે હૂડી પહેરી હતી.

ફિલ્મ ‘જવાન’ની વાત કરીએ તો આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણિ જોવા મળશે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top